શું તમે ખાધો તીખો તમતમતો કોન? 

બજારમાં મળતા સ્વીટ આઈસ્ક્રીમ કોન તો તમે ખાધો જ હશે. 

પરંતુ, શું તમે ક્યારેય તીખા કોન એટલે કે, ભાજી કોન વિશે સાંભળ્યું છે? 

ભાજી કોન મૂળ કચ્છની વાનગી છે. જે હાલ નવસારીમાં ફેમસ થઈ છે.

નવસારીના ભાવેશ ગીરી ગોસ્વામી ટેસ્ટ ઑફ કચ્છ નામની દુકાન ચલાવે છે. 

તેઓ મૂળ કચ્છના છે. અને તેમની દુકાને આ પ્રખ્યાત ભાજી કોનનું વેચાણ કરે છે. 

લોકો દૂર-દૂરથી આ ભાજી કોનનો સ્વાદ માણવા માટે અહીં આવે છે. 

આ કોનમાં ડુંગળી, બટાકાનો માવો, ચટણી તેમજ કચ્છનો સ્પેશ્યલ મસાલો હોય છે. 

આ ભાજી કોનને પહેલા મેંદાના લોટથી બનાવવામાં આવે છે અને બાદમાં તેને તળવામાં આવે છે.

જેનાથી તે એકદમ આઈસ્ક્રીમના કોન જેવો તૈયાર થઈ જાય છે. 

અહીં 20 થી 40 રુપિયામાં તમે આ સ્વાદિષ્ટ ભાજી કોનનો સ્વાદ માણી શકો છો. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો