GOA પણ ભુલી જશો...!

પોરબંદર-સોમનાથ કોસ્ટલ હાઈવેથી નજીક માધવપુરનો દરિયો આવેલો છે. 

આ દરિયાની બાજુમાંથી જ સોમનાથ દ્વારકા તરફ જવાનો મુખ્ય હાઈવે છે.

અહીંથી પસાર થતાં મોટાભાગના પ્રવાસીઓ અહીં થંભી જવા મજબૂર બને છે.

5 થી 7 કિમીના આ દરિયાકિનારે પ્રવાસીઓનો મેળો જોવા મળે છે. 

આ દરિયા કિનારે ઉંટ, સ્પોર્ટ બાઈક, નાળિયેર પાણી અને ખાણી-પીણીની પણ વ્યવસ્થા છે. 

માધવપુરના દરિયાનું પાણી શાંત અને ભૂરાશ પડતું છે. તેમજ અહીંનું પાણી છીછરું છે.

માધવપુરમાં ચૈત્ર માસમાં ભગવાન કૃષ્ણ અને રુક્મિણીજીનો વિવાહ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે.

અહીં ગુજરાત અને ભારતની સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો પણ જમાવડો જોવા મળે છે. 

પોરબંદરના માધવપુરમાં શ્રીકૃષ્ણ સ્વયં માધવરાય સ્વરુપે બિરાજે છે તેવી માન્યતા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો