નોકરી છોડી આ વ્યક્તિએ શરૂ કર્યું ડેરી ફાર્મિંગ, વર્ષે થાય છે લાખોની આવક

કોટાના રિતેશ ગુર્જર પશુપાલન અને ડેરી ફાર્મિંગ કરીને સારી કમાણી કરી રહ્યા છે.

પશુપાલક રિતેશ ગુર્જર હાલ પશુપાલન થકી અન્ય લોકોને રોજગારી પણ આપી રહ્યા છે.

વર્ષ 2010માં રિતેશે માત્ર 2 ગાયો સાથે ડેરી ફાર્મિંગની શરૂઆત કરી હતી.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આજે તેમની પાસે વિવિધ જાતિની 16થી વધુ ગાયો છે.

રિતેશ ગુર્જર દૈનિક 100 લિટર દૂધ ડેરીમાં ભરે છે, જેનાથી વાર્ષિક 15 લાખ રૂપિયા જેટલી આવક મેળવે છે.

રિતેશે ગાયોને શું ખવડાવવું, ક્યારે ખવડાવવું તેની સંપૂર્ણ કાળજી રાખે છે, તેઓ પોતાના ખેતરમાં જ ગાયો માટે લીલો ચારો ઉગાડે છે.

ગાયોને અપાતા ખોરાકને પોતેજ તૈયાર કરાવી ખવડાવે છે.

રાયડાનો ખોળ, કપાસિયા, સોયાબીન, મકાઈ, ઘઉં, મિનરલ સહિત 17 વસ્તુઓ ગાયોના ખોરાકમાં ભેળવીને ગાયોને ખવડાવે છે.

પૌષ્ટિક આહાર આપવાથી પશુઓ સ્વસ્થ રહે છે અને સારા પ્રમાણમાં દૂધ પણ આપે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા