લોકસભા સાંસદ બનેલા 6 ક્રિકેટરમાંથી 3 તો વર્લ્ડકપ જીતી ચૂક્યા છે. 

લોકસભા 2024માં બે પૂર્વ ક્રિકેટરોએ જીત નોંધાવી છે.

યુસુફ પઠાણે બહેરામપુર સીટ પરથી અધીર રંજન ચૌધરીને હરાવ્યા.

કીર્તિ આઝાદે બર્ધમાન-દુર્ગાપુર સીટ પર દિલીપ ઘોષને હરાવ્યા હતા.

આઝાદ લોકસભા ચૂંટણી જીતીને ત્રીજી વખત સાંસદ બન્યા છે.

યુસુફ અને આઝાદ બંને ટીએમસીની ટિકિટ પર જીત્યા.

આઝાદ અને યુસુફે ભારત માટે વર્લ્ડકપ પણ જીત્યો છે.

ગૌતમ ગંભીર અને નવજોત સિંહ સિદ્ધુ પણ લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.

અઝહરુદ્દીન અને ચેતન ચૌહાણ પણ લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે.

લોકસભા ચૂંટણી જીતવાની સાથે ગંભીરે વર્લ્ડકપ પણ જીત્યો હતો.